Video: સાબરકાંઠા: સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વિવાદાસ્પદ ચૂંટણી અચાનક મોકૂફ કરાઈ

સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા બે દિવસ પહેલા જ સેન્સ લેવામાં આવી હતી અને ગતરોજ ડેરીના તમામ ડિરેક્ટરોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા ડેરીના એમડીને ચૂંટણી મોકૂફ રહ્યા હોવાની સત્તાવાર જાણ કરવામાં આવી છે. ચૂંટણી મોકૂફ રાખવા પાછળ પ્રાંત અધિકારી રજા ઉપર હોવાનું કારણ મનાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ નામોની પસંદગીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી અટકી પડતા અનેક પ્રકારના તર્કવિતર્ક વહેતા થયા છે. આકસ્મિક રીતે ચૂંટણી મોકૂફ રહેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, અને હવે આગામી સમયમાં નવી તારીખ જાહેર થશે.
જાહેરાત





