Video: દિવાળી પર્વે વોકલ ફોર લોકલ અભિયાનને વેગ: ગુજરાત સરકારે કુંભારો અને નાના વેપારીઓ માટે પૂરી પાડી વિશેષ બજાર

સોર્સ: gstv

રાજ્ય સરકારે ખાદી તેમજ પોલિ-વસ્ત્ર પર ખાસ રિબેટ આપીને ૧૬ હજારથી વધુ વણકરો અને કાંતનારાઓની આજીવિકાને મજબૂત આધાર આપ્યો છે. અમદાવાદના સરસ મેળામાં GLPC દ્વારા મહિલા કારીગરોને નિઃશુલ્ક સ્ટોલ, ભોજન અને રહેવાની સુવિધા અપાતાં તેમને સીધું અને મોટું બજાર મળ્યું છે. અહીં પરંપરાગત દીવા અને સુશોભનની સામગ્રી ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મહાલક્ષ્મી સ્વસહાય જૂથના અનીતા વિરમગામિયા જેવા કારીગરો પણ આ વ્યવસ્થાથી ખુશ છે. આ અભિયાન છેવાડાના શ્રમિકોને સીધો આર્થિક લાભ પહોંચાડીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત