Video: સુરતના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ૧૮ વર્ષીય યુવકની હત્યા

સુરતના ભટાર વિસ્તારમાંથી દિવાળીના પર્વે હત્યાનો બનાવ બન્યો છે.. ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે નજીવી તકરારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ૧૮ વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે નામના યુવક પર ધારદાર હથિયારથી હુમલો કરી તેની છાતીમાં એક પછી એક પાંચ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મિત્રો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. દીપાવલીના ખુશીના માહોલ વચ્ચે બનેલી આ લોહિયાળ ઘટનાથી સમગ્ર ભટાર વિસ્તારમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે, ત્યારે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.
જાહેરાત







