Video: સ્કાય શોટ નીચે ફૂટતા મહેસાણાના ભાજપ કોર્પોરેટર દેવેશ પટેલ ગંભીર, અમદાવાદ ખસેડાયા

મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પાસે કોર્પોરેટર દેવેશ પટેલ બેઠા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. સ્કાય શોટ ફટાકડો સળગ્યા બાદ આકાશમાં જવાને બદલે નીચે જ ફૂટી જતા કોર્પોરેટરને મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ઘટનાને પગલે તાત્કાલિક તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાજપના પ્રતિષ્ઠિત યુવાન કોર્પોરેટરને ચહેરા પર ગંભીર ઈજા થતા સ્થાનિક રાજકીય વર્તુળો અને ભાજપમાં સોપો પડી ગયો છે.
જાહેરાત







