Video: ભાવનગરથી રણુજા જતા સંઘ પર બેકાબૂ ઇકો કાર ફરી વળતા પાંચ ઇજાગ્રસ્ત

ભાવનગરથી ભરવાડ સમાજનો પદયાત્રી સંઘ ચાલીને રણુજા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન લીંબડી નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. પૂરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સંઘમાં ચાલી રહેલા સાત જેટલા લોકો પર ફરી વળી હતી. આ ગંભીર અકસ્માતમાં કુલ પાંચ લોકોને ઇજાઓ પહોંચી છે, જેમાંથી ત્રણ ઇસમોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો અને સંઘના અન્ય સભ્યો દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત







