Video: PM મોદી ફરી ગુજરાત પ્રવાસે, 13મીએ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ, 14મીએ અંબાજી મંદિરે દર્શન કરશે

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 13 અને 14 નવેમ્બરના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે. પ્રવાસના પ્રથમ દિવસે 13 નવેમ્બરે તેઓ ગાંધીનગર પહોંચશે અને લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે 14 નવેમ્બરે વડાપ્રધાન શક્તિપીઠ અંબાજી પહોંચીને મા અંબાનાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનના પ્રવાસને પગલે અંબાજી મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રવાસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત