Video: ખંભાળિયામાં 31.30 કરોડના ખર્ચે બનશે નવો કેનેડી બ્રિજ, 120 વર્ષ જૂની ધરોહર યથાવત્ રહેશે

સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 120 વર્ષ જૂના ઐતિહાસિક કેનેડી બ્રિજના સ્થાને નવા બ્રિજના નિર્માણ કાર્યનું 31.30 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતને કારણે બંધ રહેલા આ બ્રિજના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા બ્રિજના નિર્માણથી ખંભાળિયાથી પોરબંદર તરફ જતા તેમજ આસપાસનાં ગામોના વાહનચાલકોને મોટી રાહત મળશે. રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારીયા, ધારાસભ્ય મુળુ બેરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ખાસ વાત એ છે કે ઐતિહાસિક ધરોહર સમાન જૂના કેનેડી બ્રિજને તોડી પાડવામાં નહીં આવે, પરંતુ તેને યથાવત્ રાખીને બાજુમાં નવો બ્રિજ બનાવવામાં આવશે. નવા બ્રિજના નિર્માણથી શહેરના વિકાસને વેગ મળવાની સાથે વર્ષોથી બંધ વાહનવ્યવહાર ફરી સરળ બનશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત