સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક 'ડબલ એટેક'! અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ તોતિંગ વધારો, જાણો નવા ભાવ

સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક 'ડબલ એટેક'! અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ તોતિંગ વધારો, જાણો નવા ભાવ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં અમૂલ દૂધના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બેથી ચાર રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. જ્યારે હવે અમૂલ દહીં-લસ્સીના ભાવ વધારતા મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.

અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં વધારો

જાહેરાત

નવા ભાવપત્રક મુજબ, અગાઉ રૂ. 80માં મળતુ 1 કિલોગ્રામ દહીં હવે રૂ. 85માં મળશે, એટલે કે કિલોએ સીધો રૂ.5નો વધારો કરાયો છે. આ ઉપરાંત, 380 ગ્રામ દહીંની થેલીનો ભાવ રૂ.35થી વધારીને રૂ.37 કરી દેવામાં આવ્યો છે. તેમજ 1 કિલોગ્રામ દહીંની બકેટ માટે ગ્રાહકોએ હવે રૂ.115ના બદલે રૂ.120 ચૂકવવા પડશે.

દહીંની સાથે 'અમૂલ રોઝ લસ્સી' પણ મોંઘી થઈ છે. કંપનીએ રોઝ લસ્સીની કિંમતમાં રૂ.2નો વધારો કરીને તેનો ભાવ રૂ.15થી વધારીને રૂ.17 કરી દીધો છે. દૂધ બાદ હવે દૈનિક વપરાશની અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવ વધતા ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક બોજ વધ્યો છે.

અમૂલ દૂધના ભાવમાં 4થી 5 ટકાનો વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ અમલી

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ દેશભરમાં અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા તાજા દૂધના મુખ્ય વેરિયન્ટ્સમાં 12 નવેમ્બર 2026થી અંદાજે 4થી 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં કંપનીના સૌથી વધુ વેચાતા અમૂલ તાઝા (ટોન્ડ મિલ્ક)ના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાયો છે, જ્યારે અમૂલ ગોલ્ડ (6 ટકા ફેટ ધરાવતા દૂધ)ના ભાવમાં લિટર દીઠ રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાઝામાં 3 ટકા ફેટ હોય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત