Video: વડોદરાના બાજવાડામાં વાસણના ગોડાઉનમાં આગ

સોર્સ: gstv

વડોદરાના બાજવાડા વિસ્તારમાં આવેલી હનુમાન પોળમાં વાસણના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બાજવાડાની સાંકડી ગલીઓમાં આવેલા આ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સાંકડી ગલીઓ હોવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના પગલે મોટી દુર્ઘટના ટળી હતી અને આગને આસપાસના મકાનોમાં વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત