Video: વલસાડના ઉમરગામમાં ગાંધીવાડી વિસ્તારમાં આવેલી અંબા કોમ્પ્લેક્ષના ફ્લેટમાં ભીષણ આગ: અફરાતફરીનો માહોલ સર્જાયો

વલસાડના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા અંબા કોમ્પ્લેક્ષના બંધ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારની ભીડભાડનો સમય હોવાને કારણે મુખ્ય માર્ગ પર લોકોના ભારે ટોળા ભેગા થઈ ગયા હતા. ત્રીજા માળે આવેલા આ ફ્લેટમાં લાગેલી આગના કારણે ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.
જાહેરાત







