Video: અમદાવાદમાં વધુ એક વખત બોમની ધમકી. ભદ્ર વિસ્તારમાં આવેલી boi ને મળી ધમકી

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં વધુ એક વખત બોમ્બની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. શહેરના વ્યસ્ત એવા લાલદરવાજા ભદ્ર વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

​ધમકીનો કોલ/મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ કાફલો, ફાયર બ્રિગેડની ટીમો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ તપાસ કરી રહી છે 

જાહેરાત

.

.

આ સમાચાર શેર કરો

જાહેરાત