Video: સુરેન્દ્રનગરમાં યુવકની હત્યાના 5 આરોપીઓની ધરપકડ, પોલીસે તમામનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજ પાછળ યુવકની થયેલી હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હાર્દિક સાંથલપરા નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે તમામ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

દંપતીને આશરો આપવા મામલે થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્ન કરીને આવેલા એક દંપતીને આશરો આપ્યો હોવાની શંકાના મામલે હાર્દિક સાંથલપરાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હાર્દિક અને આરોપીઓ વચ્ચે ઘણા સમયથી બોલાચાલી અને વિવાદ ચાલી રહ્યો હતો.

જાહેરાત

સમાધાનના બહાને હત્યા

આ દરમિયાન પાંચેય આરોપીઓએ હાર્દિક સાંથલપરાને સમાધાન કરવાના બહાને બોલાવ્યો હતો. જોકે, સમાધાનની વાત કરવાને બદલે આરોપીઓએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકાતા હાર્દિકનું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાંચેય આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓને કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત