Video: દાહોદના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે અથડામણ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને પગલે બે પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણની ઘટના સામે આવી છે. ત્રણ મહિના અગાઉ થયેલા અકસ્માતની અદાવતને લઈને બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ગામમાં ધીંગાણું સર્જાયું હતું. ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવાને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, 112ની ટીમ પહોંચતા જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ASP, DYSP, LCB, SOG ઉપરાંત લીમડી, સંજેલી, ઝાલોદ અને સુખસર સહિતના પોલીસ મથકોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
જાહેરાત







