Video: જમીન બિનખેતી મંજૂરી મામલે આદેશનું પાલન ન કરનાર અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટનો મોટો ફટકો, પોતાના પગારમાંથી ૧ લાખ રૂપિયા ચૂકવવા આદેશ

સોર્સ: gstv

અગાઉ ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ NA પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં કલેક્ટરે નામંજૂર કરી હતી. આ મામલે હાઈકોર્ટે ૨ માર્ચ ૨૦૨૬ના રોજ અરજી મંજૂર કરી સમયમર્યાદામાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. પરંતુ કલેક્ટરે ફરી અરજી નામંજૂર કરી દીધી. સરકારી વકીલે એલપીએ.ની કાર્યવાહી ચાલુ હોવાની વાત નકારી કાઢી હતી. હાઈકોર્ટે ટકોર કરી હતી કે કલેક્ટર પોતાને સુપર પાવર ઓથોરિટી માનતા હોય તેમ વર્તી રહ્યા છે અને સરકારી સંસ્થાઓ કોર્ટના આદેશોથી ઉપર નથી. આથી અરજદારને થયેલી મુશ્કેલી અને કાયદાકીય ખર્ચ પેટે કલેક્ટરને પોતાના પગારમાંથી ૧ મહિનામાં ૧ લાખ રૂપિયા ચૂકવવા આદેશ અપાયો છે. જો કલેક્ટર રકમ નહીં ચૂકવે તો રાજ્ય સરકાર તે જમા કરાવશે અને બાદમાં કલેક્ટરના પગારમાંથી વસૂલ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત