Video: અલગ અલગ રાજકીય પીચ પર બેટિંગ કરતા નેતાઓ એક મંચ પર

અલગ અલગ રાજકીય પીચ પર બેટિંગ કરતા નેતાઓ સમાજના સ્નેહ મિલનમાં એક મંચ પર જોવા મળ્યાં. વાવ-થરાદ જિલ્લાના દિયોદરની ઠાકોર બોર્ડિંગમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમાજનું સ્નેહમિલન યોજાયું. જેમાં ગાંધીનગરના નવનિયુક્ત મેયર રૂપસિંહ ઠાકોર, અલ્પેશ ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને અમૃતજી ઠાકોર સહિતના દિગ્ગજ આગેવાનોએ હાજરી આપી. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના આગેવાનો રાજકીય મતભેદો ભૂલીને એક જ મંચ પર જોવા મળ્યા હતા. સ્નેહમિલનમાં સમાજના હિત, ભાઈચારો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ અપાયો હતો.
જાહેરાત








