Video: દાહોદમાં હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડીના આક્ષેપ, ઓફિસ બંધ થતાં લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન

દાહોદમાં હરિદ્વાર યાત્રા અને ભાગવત કથાના બહાને લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. માત્ર 4,200 રૂપિયામાં હરિદ્વાર યાત્રા, રહેવા-જમવાની સુવિધા અને સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન હોવાનું જણાવી લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ગોધરા રોડ પર આવેલા ચામુંડા કોમ્પ્લેક્સમાં આ માટે ઓફિસ પણ શરૂ કરવામાં આવી હતી અને 11 નવેમ્બરે બે બસ મારફતે યાત્રાળુઓને લઈ જવાનું આયોજન હતું. જોકે, યાત્રાની તારીખ નજીક આવતાં જ ઓફિસ બંધ મળી આવી અને આયોજકોનો સંપર્ક પણ થઈ શક્યો નહોતો. આથી ભોગ બનનારા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે, સમગ્ર મામલે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
જાહેરાત







