Video: વડોદરાના આજવા રોડ પર મધ્ય ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડ-અલોન કાર્ડિયોલોજી હોસ્પિટલનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે

સોર્સ: gstv

અમદાવાદની ખ્યાતનામ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ બાદ એસએસજી સંચાલિત આ હોસ્પિટલ હેરિટેજ અને બટરફ્લાય પ્લાનિંગ કોન્સેપ્ટ પર તૈયાર થઈ રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થનાર આ પાંચ માળની અત્યાધુનિક હોસ્પિટલમાં ૧૨૫ આઈસીયુ અને ૧૬૫ જનરલ બેડ સહિત કુલ ૩૦૦ બેડની સુવિધા મળશે. આ ઉપરાંત તેમાં ૪ કેથલેબ, ૪ મોડ્યુલર ઓપરેશન થિયેટર અને હાઇટેક ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થવાથી વડોદરા તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સરહદી વિસ્તારોના સામાન્ય અને ગરીબ દર્દીઓને એક જ છત નીચે વિનામૂલ્યે અથવા રાહતદરે સુપર સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત