Video: કચ્છના માંડવી નજીક એસીબીના સપાટામાં પોલીસ કર્મી: કોડાય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો

સોર્સ: gstv

મળતી માહિતી મુજબ, આરોપી હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીએ જપ્ત થયેલા વાહનો પરત આપવા માટે કુલ બે લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક અંતર્ગત એક લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. અગાઉ આ મામલે ૩૦ હજાર રૂપિયા રોકડા મેળવી લીધા હતા, અને બાકીના ૭૦ હજાર રૂપિયા સ્વીકારવા માટે પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ભુજ એસીબીની આ સફળ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત