Video: તાપીના વ્યારામાં ટેમ્પો પલટી જતાં ત્રણ લોકોનાં મોત

સોર્સ: gstv

તાપીના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં મજૂરોથી ભરેલો પિકઅપ ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેતરમાં ડાંગર કાપવા માટે જઈ રહેલા ટેમ્પામાં આશરે 10 લોકો સવાર હતા. આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માતમાં એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત