Video: રાહદારીઓ અને દબાણકર્તાઓ વચ્ચે ઉગ્ર બબાલના દ્રશ્યો વાયરલ

સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં બેફામ ગેરકાયદે દબાણોને પગલે રોજિંદા વિવાદો વધતાં સ્થાનીક લોકો અને વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. તાજેતરમાં ચાલવાની જગ્યા બાબતે રાહદારી અને લારી-ગલ્લાના દબાણકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ઝઘડો સર્જાયો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. બજારની પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે કટોકટીના સમયે ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ પ્રવેશી શકે તેમ નથી. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સુરત પ્રશાસન કોઈ મોટી અનિચ્છનીય ઘટના કે હોનારતની રાહ જોઈ રહ્યું છ
જાહેરાત







