Video: પ્રકાશના પર્વ દિવાળી પર ફૂલોની માંગ વધતા ભાવોમાં મોટો ઉછાળો: ગુલાબ અને ગલગોટા થયા મોંઘા

સોર્સ: gstv

આસ્થા આગળ મોંઘવારી પણ નબળી સાબિત થઈ રહી છે અને લોકો ભગવાનની પૂજા અર્ચના પાછળ ખર્ચ કરતા જરાય અચકાતા નથી. બજારમાં ફૂલોના ભાવ પર નજર કરીએ તો, અગાઉ ૧૨૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો મળતા ગુલાબના ફૂલ વધીને ૨૫૦ થી ૫૦૦ રૂપિયા સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત, ૧૫ થી ૨૦ રૂપિયા કિલો મળતા ગલગોટાના ભાવ વધીને ૩૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે. જ્યારે સફેદ ફૂલ સેવંતીના ભાવ ૧૦૦ થી ૧૨૦ રૂપિયા આસપાસ સ્થિર રહ્યા છે. બીજી તરફ, ટગરના ફૂલોના ભાવ ૪૫૦-૫૦૦ રૂપિયાથી વધીને સીધા ૭૦૦ થી ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આમ, તહેવાર ટાણે જ ભાવોમાં થયેલા આ વધારા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જરાય ઘટ્યો નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત