Video: ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે: વડોદરામાં સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં હવામાન સૂકું જળવાઈ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નહિવત છે. તાજેતરના આંકડાઓ મુજબ વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો ચમકારો વધશે કે કેમ તે અંગે સૌની નજર હવામાન વિભાગની આગામી આગાહી પર કેન્દ્રિત થઈ છે. રાજ્યમાં પ્રવર્તતા આ શુષ્ક વાતાવરણ વચ્ચે નાગરિકો હવે આગામી દિવસોમાં ઠંડીના આગમનની રાહ જોઈ રહ્યા છે.
જાહેરાત







