Video: મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે સમાધાનના બહાને બોલાવી યુવક પર છરીના ઘા ઝીંકાયા

સોર્સ: gstv

સાવરકુંડલામાં સોશિયલ મીડિયામાં મહિલા ફ્રેન્ડના મામલે થયેલી માથાકૂટ બાદ ઉદય રાદડિયા અને એક સગીરે સમાધાનના બહાને કુલદીપ સાંઢસુર તથા પૃથ્વીરાજ ધાધલને બોલાવ્યા હતા. જ્યાં ઉશ્કેરાઈને સગીર યુવકે કુલદીપને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે પૃથ્વીરાજને પણ ઇજાઓ પહોંચી છે. આ મામલે ભોગ બનનાર પૃથ્વીરાજ ધાધલની પોલીસ ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત