Video: દિવાળી વેકેશન અને નવા વર્ષના તહેવારોમાં જગતમંદિર દ્વારકામાં કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

દ્વારકાધીશના દર્શનની સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ અને શિવરાજપુર બીચ જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ પણ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન વ્યવસ્થામાં વિશેષ ફેરફાર કરાયો છે, જેના અંતર્ગત ઉત્થાપન દર્શનનો સમય એક કલાક વહેલો કરીને હવે સાંજે ચાર વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે. ધાર્મિક આસ્થા, ઐતિહાસિક વિરાસત અને દરિયાઈ સૌંદર્યનો અનોખો સંગમ ધરાવતી દ્વારકાનગરી હાલ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની છે, જ્યાં ભક્તિ અને પ્રવાસનનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.
જાહેરાત








