Video: વિક્રમ સંવત 2083ના પ્રારંભે CM ભૂપેન્દ્ર પટેલે મા ભદ્રકાળીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની ગુજરાતભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે શરૂઆત થઈ છે. નવા વર્ષના પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષની શરૂઆત કરી હતી. વર્ષોથી નૂતન વર્ષના દિવસે મુખ્યમંત્રી મા ભદ્રકાળીના દર્શન કરવાની પરંપરા નિભાવી રહ્યા છે. મંદિર ખાતે દર્શન કરી મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત








