Video: નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં અન્નકૂટનું આયોજન

સોર્સ: gstv

નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. નવા વર્ષની શરૂઆત ભગવાન જગન્નાથના દર્શન અને આશીર્વાદ સાથે કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નૂતન વર્ષના પર્વ નિમિત્તે જગન્નાથ મંદિરમાં પરંપરાગત અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, અથાણાં અને મુખવાસ સહિતની અનેક વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી. ભક્તોએ અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં નવા વર્ષના પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત