Video: વડોદરાના મકરપુરા રોડ પર ગેરેજમાં ભીષણ આગ, 6થી 7 કાર અને બાઈક બળીને ખાખ

વડોદરાના મકરપુરા ડેપો નજીક આવેલા મકરપુરા રોડ પરના એક ગેરેજમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે ગેરેજમાં પાર્ક કરેલી 6થી 7 કાર અને એક બાઈક બળીને ખાખ થઈ ગયાં હતાં. આગની જાણ થતાં ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર નિકુંજ આઝાદની આગેવાનીમાં મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગમાં વાહનો ઉપરાંત ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
જાહેરાત







