Video: સુરતના વેસુમાં કારનો ગમખ્વાર અકસ્માત, સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટ્યો, ફૂટપાથ પર સૂતેલો એક વ્યક્તિ ગંભીર

સોર્સ: gstv

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે કારચાલકે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટીને રસ્તા પર પડ્યો હતો. ફૂટપાથ પર સૂતેલા લોકો પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતના પગલે ફૂટપાથ પર સૂતેલા લોકોમાં અફરાતફરી મચી હતી અને લોકો જીવ બચાવવા દોડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કાર એક મહિલા ચલાવી રહી હોવાની ચર્ચા છે. કારને પણ ભારે નુકસાન થયું છે, જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત