Video: ફટાકડા ને કારણે દાજવા ઉપરાંત આંખોને નુકસાન થવાના કેસ.. નગરી હોસ્પિટલમાં બે દિવસમાં 68 કેસ નોંધાયા

દિવાળીના પર્વ પર ફોડવામાં આવતા ફટાકડા આનંદ તો આપે છે પરંતુ ક્યારેક ફટાકડા ને કારણે આંખોને નુકસાન થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં ફટાકડાને
કારણે ઈજા થવાના બે દિવસમાં 68 કેસ આવ્યા છે જેમાં દિવાળીની રાત્રે જ 35 કેસ આવ્યા છે. 68 કેસ પૈકી ત્રણ દર્દીઓને ઓપરેશન કરવાની જરૂર પડી છે .. ઓપરેશન વાળા ત્રણ દર્દીમાંથી બેદર્દીના આંખની સ્થિતિ ગંભીર છે
.. ફટાકડા ની મજા ક્યારેક કોઈની માટે સજા સાબિત થતી હોય છે.. ફટાકડા ને કારણે દાજવા ઉપરાંત આંખ ગુમાવવા સુધીની સ્થિતિ સર્જાય છે.. એએમસી સંચાલિત નગરી હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો શનિ-રવિ દરમિયાન 68 જેટલા કેસ નોંધાયા છે..સુરેન્દ્રનગરનો સુરેશ નામનો યુવક ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે અચાનક જ આંખમાં ફટાડો ઉડતા આંખને નુકસાન થયું અને સારવાર માટે નગરી હોસ્પિટલ અમદાવાદ આવવું પડ્યું
તો આવું જ કંઈક અમદાવાદના એક વ્યક્તિ સાથે થયું છે છોકરાઓ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે પિતા ધ્યાન રાખી રહ્યા હતા અને અચાનક જ ફટાકડો તેઓની આંખ પાસે ઉડીને આવતા નગરી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે..
દિવાળીમાં ઈમરજન્સી ને ધ્યાનમાં રાખીને નગરી હોસ્પિટલમાં આ પ્રકારના કેસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ દિવાળી એ પ્રકાશનું પર્વ છે પરંતુ થોડી પણ બેદરકારી વ્યક્તિની આંખની રોશની જીવનભર માટે છીનવી શકે છે આથી ફટાકડા ફોડો પરંતુ કાળજીથી સાવચેતીથી
.
















