Video: રાજુલામાં હિંડોરણા બ્રિજ પાસે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ

સોર્સ: gstv

અમરેલીના રાજુલા ખાતે આવેલા હિંડોરણા બ્રિજ પાસે એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે લાગેલી આ આગે જોતજોતામાં જ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ, ૧૧૨ ની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આ વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે

આ સમાચાર શેર કરો

જાહેરાત