Video: સુરેન્દ્રનગરમાં ખરાબ રોડ અને ખાડાઓથી લોકો પરેશાન

સોર્સ: gstv

સુરેન્દ્રનગર શહેરમાં રઘુવીર નગર, વિહત પાર્ક અને પાંચ હનુમાન સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તાનો સંપૂર્ણ અભાવ હોવાને કારણે એક હજારથી વધુ મકાનધારકો અને સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ ફેલાયો છે. મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવતા આ વિસ્તારમાં રસ્તાઓનું શાસન અંગ્રેજોના સમય કરતા પણ ખરાબ હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં માર્ગો પર પડેલા મોટા અને જોખમી ખાડાઓના કારણે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે રસ્તામાં જ ડિલિવરી થઈ જતી હોવાની અત્યંત દયનીય અને ગંભીર વ્યથા લોકોએ વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત