Video: AMC સેન્ટ્રલ ઓફિસ બહાર લાગ્યા પોસ્ટર! પ્રમોશનની પૂછપરછ માટે રૂબરૂ ન આવવા તંત્રની તાકીદ.

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ પ્રમોશનને લઈને વહીવટી તંત્ર અને કર્મચારીઓ વચ્ચે અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. AMCની સેન્ટ્રલ ઓફિસની બહાર એવા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કે જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કર્મચારીઓએ પ્રમોશન બાબતે પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ ઓફિસમાં રૂબરૂ આવવું નહીં...મૂળ વાત એવી છે કે છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિભાગોમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાના પ્રમોશન અને બડતીની ફાઈલો ક્યાં પહોંચી તેની પેરવી કરવા અથવા પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ ઓફિસની મહેકમ શાખામાં સતત દોડી આવતા હતા. કર્મચારીઓની આ ભારે અવરજવર અને રોજ-રોજની પૃચ્છાથી વહીવટી સ્ટાફ અને અધિકારીઓ ભારે પરેશાન થઈ ગયા હતા..દૈનિક કામગીરીમાં સતત વિક્ષેપ પડતો હોવાને કારણે આખરે તંત્રએ કંટાળીને આ પગલું ભરવું પડ્યું છે અને પોસ્ટર લગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે પ્રમોશનની પ્રક્રિયા નિયમાનુસાર ચાલતી હોય છે, તેથી બિનજરૂરી પૂછપરછ માટે રૂબરૂ આવવાનું ટાળવું.

આ સમાચાર શેર કરો

જાહેરાત