Video: તાપીના દાદરિયામાં ટાંકી ધરાશાયી થવાના કેસમાં પોલીસે હાથ ધરી એફએસએલ અને ટેકનિકલ તપાસ

સોર્સ: gstv

તાપીના દાદરિયા ગામે સુગર મિલમાં 50 હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ઓવરહેડ ટાંકી ધરાશાયી થવાના મામલે પોલીસે તપામનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કરૂણ દુર્ઘટનામાં ટાંકી નીચે દબાવાથી કામદાર અરુણ પટેલ અને ધર્મેશ પટેલનું મોત નિપજતા વાલોડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે પોલીસે એફએસએલની મદદ લઈ ફોરેન્સિક તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ટાંકીના બાંધકામ અને ગુણવત્તાની સત્યતા ચકાસવા માટે ફેક્ટરી ઈન્સ્પેક્ટરનો સત્તાવાર અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. સાથે જ આખા સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી અને મજબૂતી અંગે પણ ટેકનિકલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત