Video: રાજકોટ: આતશબાજી વખતે પ્રદ્યુમન નગર PI મકવાણાની દાદાગીરી, વકીલના પુત્ર સાથે ગેરવર્તન મામલે CP એ આપ્યા તપાસના આદેશ

રાજકોટમાં આતશબાજી દરમિયાન પ્રદ્યુમન પોલીસ સ્ટેશનના PI એમ.ડી. મકવાણાની કથિત દાદાગીરીનો વીડિયો સામે આવતાં વિવાદ સર્જાયો છે. વકીલ ભરત જોબનપુત્રના પુત્ર સાથે PI મકવાણાએ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં PI મકવાણા ઉગ્ર બની યુવકને ધક્કો મારતા અને ગાળ બોલી અભદ્ર વર્તન કરતા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે વકીલ ભરત જોબનપુત્રે PI મકવાણા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારી પાસે તપાસ કરાવી યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે. બીજી તરફ, પોલીસ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
જાહેરાત







