Video: અમદાવાદમાં કાળી ચૌદશની શ્રદ્ધાભેર ઉજવણી, શનિ અને હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ

સોર્સ: gstv

આજે કાળી ચૌદસ અને શનિવારનો પવિત્ર સંયોગ સર્જાતા આ દિવસનું ધાર્મિક મહત્ત્વ અને અનેકગણું વધી ગયું છે, જેના કારણે અમદાવાદમાં શ્રદ્ધાળુઓ દ્વારા શનિ દેવ, હનુમાનજી અને કાળભૈરવની વિશેષ ઉપાસના કરવામાં આવી રહી છે. ખાસ કરીને વહેલી સવારથી જ દૂધેશ્વર ખાતે આવેલા પ્રસિદ્ધ શનિ મંદિરમાં શનિદેવને રીઝવવા અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી કતારો અને ભારે ભીડ જોવા મળી હતી. આજના આ ખાસ પર્વ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન તેમજ વિવિધ પૂજા-પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે. કાળી ચૌદસની રાત્રીએ ભૂત-પ્રેત અને નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે હનુમાનજી અને ભૈરવની પૂજાનું વિશેષ મહત્ત્વ હોવાથી શહેરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત