Video: અમરેલીના રાજુલા પીપાવાવ જેટી વિસ્તારમાંથી મળી આવ્યો ૫ થી ૯ વર્ષની વયના સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ

પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ મૃતક સિંહની ઉંમર અંદાજે ૫ થી ૯ વર્ષની આસપાસની છે. વનતંત્રના અનુમાન મુજબ, રાજુલાના પટવા વિસ્તારથી સામે કાંઠે આવેલા ચાંચ બંદર તરફ જવાના પ્રયાણ દરમિયાન કે પછી ત્રણ સિંહો વચ્ચે ટેરેટરી એટલે કે વિસ્તાર માટે થયેલા લોહિયાળ ઘર્ષણમાં આ સિંહ દરિયામાં ખાબક્યો હતો. દરિયો પાર કરવામાં અસમર્થ રહેવાને કારણે અથવા પાણીમાં ડૂબી જવાથી આ સિંહ મોતને ભેટ્યો હોવાનું વન વિભાગનું પ્રાથમિક તારણ છે. રાજુલા વનવિભાગના આરએફઓ દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના વાસ્તવિક મોતના કારણો પરથી પડદો ઉંચકાશે.
જાહેરાત








