Video: AMCના પમ્પિંગ સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન કંપનીનો કર્મચારી કેબલ ચોરી કરતા રંગેહાથ ઝડપાયો

અમદાવાદ મહાનગરપાલિકાના દુધેશ્વર પમ્પિંગ સ્ટેશનમાંથી કેબલ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડની સજાગતાને કારણે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં દ્રોણા કન્સ્ટ્રક્શન કંપનીનો કર્મચારી જીતુ ઠાકોર રંગેહાથ ઝડપાયો હતો. સમગ્ર મામલે AMC દ્વારા જીતુ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પમ્પિંગ સ્ટેશન પર ફરજ બજાવતા AMCના કર્મચારીઓ કે અધિકારીઓની કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તપાસ બાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત







