Video: ઇસ્કોનથી સાણંદ ચાર રસ્તા સુધીના નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે પહોંચી રૂપિયા 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સાડા ચાર કિલોમીટર લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.
જાહેરાત








