Video: અમદાવાદથી નાસિકની ફ્લાઇટ અચાનક રદ, મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો

સોર્સ: gstv

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. અમદાવાદથી નાસિક જતી ફ્લાઇટ ઉડાનના માત્ર એક કલાક પહેલાં જ રદ કરવામાં આવતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને લગેજ જમા કરાવ્યા પછી ફ્લાઇટ રદ થયાની જાણ કરવામાં આવી હતી. નાસિકની સીધી ફ્લાઇટના બદલે મુસાફરોને મુંબઈ થઈને રોડ માર્ગે જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ ઇન્ડિગોની કામગીરી સામે સવાલો ઉઠાવી સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અને યોગ્ય વળતર આપવા તેમજ ફ્લાઇટ રદ થવાનું કારણ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત