Video: મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પાંચ ખેતરોમાં કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

સોર્સ: gstv

ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે તાત્કાલિક મોરચો સંભાળીને પાણીનો મારો ચલાવ્યો હતો. કચરો વધુ પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી, જેને કાબૂમાં લેવી મોટો પડકાર બની ગયો હતો. જો કે, મહેસાણા ફાયર સ્ટેશનના જવાનોએ સતર્કતા અને સૂઝબૂઝ દાખવીને સતત એક કલાકની ભારે જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સમયસર ફાયર ટીમ પહોંચી જવાથી મોટી હોનારત ટળી ગઈ હતી અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત