Video: મોરવાહડફ તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે ગાય તોરણ કરી નવા વર્ષની ઉજવણી: ગાયોને શણગારી પૂજા અર્ચના કરાઈ

સોર્સ: gstv

નવા વર્ષના પાવન અવસરે ગામના લોકોએ ભેગા મળીને ગાયોને નવડાવી હતી, કુમકુમ તિલક કરી સુંદર શણગાર સજાવ્યો હતો અને ફૂલહાર પહેરાવીને ગાય તોરણની વિધિ સંપન્ન કરી હતી. આદિવાસી સમાજ દ્વારા ગાય માતાની વિધિવત પૂજા-અર્ચના કરીને આગામી વર્ષે ઉત્તમ ખેતી, સારો વરસાદ અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ બાદ ઉપસ્થિત સૌએ પરંપરાગત ઢોલ, નગારા અને થાળીના તાલે ઉત્સાહભેર આદિવાસી નૃત્ય કર્યું હતું અને એકબીજાને ગળે મળીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત