Video: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ પ્રકારનાં વાહનોને રોકીને પોલીસ કર્મચારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. વાહનોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ કે ગુનાહિત સામાનની હેરાફેરી થઈ રહી નથી ને તે અંગે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બોર્ડર પરથી પસાર થતાં વાહનોની સાથે શંકાસ્પદ હિલચાલ પર પણ પોલીસ નજર રાખી રહી છે. દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગુજરાતમાં કોઈ પ્રતિબંધિત સામાન પ્રવેશી ન શકે તે માટે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જાહેરાત






