Video: આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ પહેલાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કરી સ્થિતિની સમીક્ષા

સોર્સ: gstv

આંધ્રપ્રદેશમાં ચક્રવાત મુરુસુના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક અને ઝંઝાવાતી પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતની અસરથી દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારોમાં ભારે વરસાદથી લઈને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓને સતર્ક રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં સલામતીનાં પગલાં લેવા તેમજ વીજળીના થાંભલા અને અન્ય માળખાકીય નુકસાન બાદ તાત્કાલિક પુનઃસ્થાપન માટે જરૂરી સાધનો અને કર્મચારીઓ તૈયાર રાખવા સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત