મુખ્ય સામગ્રી પર જાઓ

મણિપુરમાં ફરી ભડકી હિંસા: કુકી સમુદાયના 3 લોકોની ગોળી મારીને હત્યા

મણિપુરમાં ફરી ભડકી હિંસા: કુકી સમુદાયના 3 લોકોની ગોળી મારીને હત્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મણિપુરમાં ફરી એકવાર જાતિગત હિંસા (Ethnic Violence) ભડકી છે. રાજ્યના નોની (Noney) જિલ્લામાં શનિવારે અજાણ્યા હથિયારધારીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં કુકી સમુદાયના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ ઊભો થયો છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 

કેક્રુ નાગા ગામમાં કલાકો સુધી ગોળીબાર

મળતી માહિતી મુજબ, નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન હેઠળ આવતા કેક્રુ નાગા ગામમાં શનિવારે સવારે આશરે 10 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. અજાણ્યા સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણ કેટલાય કલાકો સુધી ચાલી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ થાંગલેન્સાંગ સિંગસન, થાંગખોસેઈ હાઓકિપ અને લેમિન્સાંગ કિપગેન તરીકે થઈ છે. ત્રણેય ચુરાચાંદપુર જિલ્લાના રહેવાસી હતા. કુકી સંગઠનોના જણાવ્યા અનુસાર, તેઓ ગામના સ્વયંસેવકો 

જાહેરાત

કુકી સંગઠને નાગા જૂથો પર લગાવ્યો આરોપ

કુકી સમુદાયના અગ્રણી સંગઠન કુકી ઇનપી મણિપુર (Kuki Inpi Manipur)એ આ હત્યાઓની નિંદા કરી છે. સંગઠને નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ઇસાક મુઇવા (NSCN-IM) અને ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ (ZUF-K) પર હુમલામાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે. સંગઠને સરકાર પાસે જવાબદારી નક્કી કરવા, ન્યાય અપાવવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા વધારવાની માગ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી હુમલાખોરોની ઓળખ કે ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. 

ઇમ્ફાલમાં હજારો લોકોની રેલી, તણાવ વધ્યો

આ હિંસા વચ્ચે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મૈતેઈ અને નાગા સંગઠનો દ્વારા મોટી રેલી યોજવામાં આવી હતી. રેલીમાં હજારો લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કુકી-જો સશસ્ત્ર જૂથો સાથેના સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (Suspension of Operations – SoO) કરારને રદ કરવાની માગ કરી હતી. નોંધનીય છે કે 1 નવેમ્બરના રોજ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં અગાઉથી ગુમ થયેલા કુકી સમુદાયના અન્ય બે યુવકોના મૃતદેહ પણ સુરક્ષા દળોને મળી આવ્યા હતા. આમ, બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ પાંચ કુકી પુરુષોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. 

2023થી ચાલી રહેલા સંઘર્ષની અસર

મણિપુરમાં મે 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિગત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હિંસામાં અત્યાર સુધી 300થી વધુ લોકોનાં મોત થયાં છે અને 60 હજારથી વધુ લોકો વિસ્થાપિત (Displaced) થયા છે. તાજેતરની ઘટનાઓએ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો સામે ફરી પડકાર ઊભો કર્યો છે. સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન વધાર્યાં છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત