Video: આઝમ ખાનની જેલમુક્તિ અંગે વકીલ ઝુબેર અહેમદનું મોટું નિવેદન

સમાજવાદી પાર્ટીના જેષ્ઠ નેતા આઝમ ખાનની જેલમાંથી મુક્તિને લઈને ઉત્તર પ્રદેશના રામપુરમાં કાનૂની અને રાજકીય ગરમાવો વધી ગયો છે. આઝમ ખાનના વકીલ ઝુબેર અહેમદ તેમજ મોહમ્મદ મુરસલીમ, નાસિર સુલતાન અને વિનોદ શર્મા સહિતના કાનૂની સહયોગીઓએ જેલમુક્તિની કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે કોર્ટ સમક્ષ રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જામીનદારોના વેરિફિકેશન અને જેલના પરવાના જારી કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. કાનૂની ટીમના જણાવ્યા અનુસાર જરૂરી તમામ દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ આઝમ ખાન જેલની બહાર આવશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના સમર્થકો અને રામપુરના સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.







