Video: તમિલનાડુ CM વિજયે પુદુક્કોટ્ટાઈમાં રોડ શો કરી વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના પુદુક્કોટ્ટાઈ આગમન પર હજારો સમર્થકો અને નાગરિકો દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે યોજેલા વિશાળ રોડ શોમાં લોકો જનમેદની સાથે જોડાયા હતા. આ ખાસ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ.23 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેન્ડ અને 8 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને પ્રદેશની જનતાને મોટી સોગાદ આપી હતી . તિરુચિરાપલ્લી થઈને માર્ગ રસ્તે પુદુક્કોટ્ટાઈ પહોંચેલા મુખ્યમંત્રીએ જાહેર જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને રાજ્યના સર્વાંગી વિકાસ પ્રત્યે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ રોડ શો અને ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સલામતીના કડક બંદોબસ્ત સાથે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.
જાહેરાત







