Video: કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરતાં અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને જવાબી કાર્યવાહી શરૂ કરી છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. સુરક્ષાદળો દ્વારા વિસ્તારને સુરક્ષિત કરવા અને આતંકીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત