Video: કાનપુરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, બે ડઝનથી વધુ ફાયર ટેન્કર આગ બુઝાવવામાં જોડાયાં

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના કાનપુરના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂમા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નિકોલસ પેઇન્ટ એન્ડ ઇંક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કેમિકલ ઇંક બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં ફેક્ટરીમાં પાર્ક કરાયેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે લાખો રૂપિયાની મિલકતને નુકસાન થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે બે ડઝનથી વધુ ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યાં હતાં. ફેક્ટરીમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત