Video:રામ માત્ર વ્યક્તિ નહીં, એક આદર્શ અને જીવન જીવવાની રીત, રામ દરેક ભારતીયના સંસ્કારોમાં વસે છેઃ જાવેદ અખ્તર

સોર્સ: gstv

પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે 2026ની રણબીર કપૂર અભિનીત બહુચર્ચિત ફિલ્મ રામાયણને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જાવેદ અખ્તરે ભગવાન રામ વિશે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે રામ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક આદર્શ, નૈતિકતા અને જીવન જીવવાની રીત છે. તેમણે કહ્યું કે ભગવાન રામ નૈતિકતાના પ્રતીક છે અને દરેક ભારતીયના હૃદય તથા સંસ્કારોમાં વસે છે. રામનું મહત્ત્વ કોઈ એક ધર્મ કે વ્યક્તિ પૂરતું સીમિત નથી, પરંતુ તેમના વિચારો દરેક ભારતીયના જીવન સાથે જોડાયેલા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત