Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Javed Akhtar praises Captain Smit's bravery, says- This real hero should get the highest honour

કેપ્ટન સ્મિતની બહાદુરીના જાવેદ અખ્તરે કર્યા વખાણ, કહ્યું- આ અસલી હીરોને મળવું જોઈએ સર્વોચ્ચ સન્માન

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
કેપ્ટન સ્મિતની બહાદુરીના જાવેદ અખ્તરે કર્યા વખાણ, કહ્યું- આ અસલી હીરોને મળવું જોઈએ સર્વોચ્ચ સન્માન
સોર્સ : gstv

હવામાં ઊડી રહેલા વિમાનના કોકપિટમાં અચાનક એક એવી ઘટના બની હતી, જેણે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. આ મુશ્કેલ સમયમાં ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરે જે રીતે પરિસ્થિતિ સંભાળવામાં ભૂમિકા ભજવી હતી, તેની હવે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બોલીવુડના દિગ્ગજ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી છે અને તેમના માટે મોટા સન્માનની વાત કરી. જાવેદ અખ્તરનું આ નિવેદન સામે આવ્યા બાદ કેપ્ટન સ્મિત એક વાર ફરી ચર્ચામાં છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ પણ તેમના સાહસની સરાહના કરી હતી.

App Store

જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર કેપ્ટન સ્મિતની તસવીર શેર કરતાં લખ્યું, ‘હેટ્સ ઓફ ટુ સ્મિત મચ્છાર!! નિઃસંદેહ તેઓ મહાવીર ચક્ર જેવા પુરસ્કારના હકદાર છે.’ મહાવીર ચક્ર ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર છે, જે યુદ્ધ દરમિયાન અસાધારણ બહાદુરી માટે આપવામાં આવે છે. જાવેદ અખ્તરની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે.

શું થયું હતું વિમાનમાં?

વાસ્તવમાં, 30 સપ્ટેમ્બરે Flydubaiની ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. વિમાનમાં 180થી વધુ લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કોકપિટમાં પાઈલટો વચ્ચે કથિત રીતે હિંસક ઝઘડો થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, કો-પાઈલટે કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો હતો, જેના પછી વિમાન અચાનક ઝડપથી નીચે આવવા લાગ્યું હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. આ પછી મુસાફરો અને ક્રૂના કેટલાક સભ્યોએ હસ્તક્ષેપ કરીને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી. વિમાનને બાદમાં સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું. બે ઓફ-ડ્યુટી પાઈલટ પણ વિમાનમાં હાજર હતા, જેમણે લેન્ડિંગમાં મદદ કરી હતી. ઘટનાની તપાસ હજુ ચાલુ છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર સાહસ દર્શાવ્યું અને સંભવિત મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ તેમના સાહસની પ્રશંસા કરી છે.

બોલીવુડ સ્ટાર્સે કરી પ્રશંસા

બોલીવુડ તરફથી પણ કેપ્ટન સ્મિત માટે સમર્થન સામે આવ્યું. આર. માધવન, પરેશ રાવલ, વિજય દેવરકોંડા, સોનમ કપૂર, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, જેકી શ્રોફ અને કંગના રનૌત સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી.

સર્જરી બાદ હાલત સ્થિર

ઘટનામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમની સારવાર કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, તેમની સર્જરી થઈ છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી છે. ભારતીય અધિકારીઓ અને દૂતાવાસ તરફથી પણ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. કેપ્ટન સ્મિત મચ્છર મૂળ મુંબઈના રહેવાસી છે. તેમણે એક દાયકાથી વધુ સમય સુધી કોમર્શિયલ પાઈલટ તરીકે કામ કર્યું છે. તેઓ Flydubai પહેલાં SpiceJet સાથે પણ જોડાયેલા રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News